ઈઝરાયેલમાં થયેલી ચીનના આ ધૂરંધર વ્યક્તિની 'હત્યા', ક્યાંક વિશ્વયુદ્ધનું કારણ ન બને!
Trending Photos
નવી દિલ્હી: ઈઝરાયેલમાં ચીનના રાજદૂત ડુ વેઈનું મોત રહસ્યમય રીતે રાજધાની તેલ અવીવ સ્થિત તેમના ઘરે થયુ છે. ઈઝરાયેલી મીડિયા રિપોર્ટ મુજબ 58 વર્ષના ડુ વેઈનો મૃતદેહ તેમના પલંગ પર મળી આવ્યો. તેમના મોતનું કારણ હજુ સામે આવ્યું નથી. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં ડુ વેઈની નિયુક્તિ ઈઝરાયેલમાં ચીનના રાજદૂત તરીકે થઈ હતી. આ અગાઉ તેઓ યુક્રેનમાં ચીનના રાજદૂત હતાં. તેઓ પરણીત હતા અને એક પુત્ર પણ છે. તેઓ તેલ અવીવના પરા વિસ્તાર હર્જલિયામાં રહેતા હતાં. પણ તેમની હત્યા થઈ હોય તેવી શંકા સેવાઈ રહી છે. આ એક રાજનીતિક હત્યા છે અને તે પણ આજના દોરમાં થવી, કે જ્યારે ચીન પર દુનિયાન આંગળી ઉઠાવી રહ્યું છે ત્યારે તે એક સારું લક્ષ્ણ નથી. સૌથી મોટી વાત અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ હત્યા અમેરિકામાં કેમ ન થઈ? અમેરિકામાં એક હત્યા જરૂર થઈ છે પરંતુ તે રાજકીય હત્યા નહતી. પરંતુ એક કોરોના હત્યા કહી શકાય. પરંતુ મોસાદ અને નેતન્યાહૂના દેશમાં ચીનના સર્વોચ્ચ પ્રતિનિધિને મારી નાખવો એ સરળતાથી સમજમાં આવી શકે તેવી વાત નથી.
વૈશ્વિક તણાવ વધી શકે છે
હત્યા બાદ જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર હત્યાને લઈને સન્નાટો પ્રસર્યો છે તે રહસ્યપૂર્ણ છે. ઈઝરાયેલે પણ કોઈ સ્પષ્ટતા આપી નથી. ન તો ચીને કોઈ સવાલ જવાબ કર્યો. એ વાત વધુ વિચિત્ર છે. ઈઝરાયેલ, ચીન અને અમેરિકાની ખામોશીમાં ભવિષ્યનો શોર કદાચ ન છૂપાયેલો હોય. બસ એ જ દુઆ કરી શકાય. કારણ કે આ વાત આગળ વધી શકે છે. માત્ર વધી નહીં પરંતુ ત્રીજા વિશ્વ યુદ્ધને પણ આમંત્રણ આપી શકે છે. જો કે આજની તારીખમાં યુદ્ધ તો કોઈ નહીં ઈચ્છે.
ઈઝરાયેલમાં કેમ થઈ હત્યા?
ઈઝરાયેલ એક એવો દેશ છે કે જે સમાધાનવાદી નથી અને વિશ્વના રાજનીતિક માનસપટલ પર તેની એક બહાદૂર અને નિર્ભય રાષ્ટ્રની છબી છે. રાષ્ટ્રવાદ, વીરતા અને નિર્ભયતા સિવાય વધુ એક ગુણ આ રાષ્ટ્રને જે વિશેષ બનાવે છે કે તે છે તેનું મિત્રવાદી ચરિત્ર. ઈઝરાયેલ બધા સાથે મિત્રતા કરતું નથી પરંતુ જેની સાથે કરે છે તેની સાથે મિત્રતા નિભાવવી તેને સારી રીતે આવડે છે. આવામાં એક મોટો પ્રશ્ન જે પૂછવામાં નથી આવી રહ્યો તે છે આ હત્યા ઈઝરાયેલમાં કેમ થઈ?
બે દિવસ પહેલા જ કરી હતી પોમ્પિઓની આલોચના
કહેવાય છેકે માર્યા ગયેલા ચીની રાજદૂત ડુ વેઈએ બે દિવસ પહેલા જ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓની એ ટિપ્પણીની આલોચના કરી હતી જેમાં તેમણે ઈઝરાયેલમાં ચીનના રોકાણની ટીકા કરી હતી અને ચી ઉપર કોરોના વાયરસની જાણકારીઓ છૂપાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે આ વાત બહુ મહત્વની નથી કરાણ કે આ મામલો એ વાતનો સંકેત નથી આપતો કે કોઈની આલોચના કોઈનું મોતનું કારણ બની શકે. આલોચના એક સામાન્ય રાજનીતિક ગતિવિધિ છે પરંતુ આલોચનાની પ્રક્રિયામાં હત્યા એક સામાન્ય રાજનૈતિક ગતિવિધિ નથી. પરંતુ આ આલોચનામાં અને તે આલોચના સાથે કે પછી તેની આગળ પાછળ જરૂર કોઈ એવી વાત હોઈ શકે છે કે જે સામે આવી નથી અને આ હત્યાનું કારણ બની છે.
અમેરિકા-ઈઝરાયેલની મિત્રતા જગજાહેર
ચીન એવા સજ્જન રાષ્ટ્રોમાં સામેલ નથી જે બધાનો વિશ્વાસ કરીને ચાલે છે અને આંતરરાષ્ટ્રીય સદભાવ જાળવી રાખવા માટે જાણીતા છે. આથી ચીનને અમેરિકા પર શક ન જાય તેનો તો પ્રશ્ન જ નથી ઉઠતો. તેને શંકા નહીં પરંતુ વિશ્વાસ છે કે અમેરિકાના કહેવા પર ઈઝાયેલે કાંડ કર્યો છે. કારણ કે જગજાહેર છે કે વર્ષો જૂની અમેરિકા અને ઈઝરાયેલની મિત્રતા બેદાગ છે અને અટલ પણ.
ક્યાંક હત્યાનો જવાબ હત્યાથી ન થાય
ઈઝરાયેલમાં થયેલા પોતાના પ્રતિનિધિની હત્યા પર ચીની ખામોશી ક્યાંક કોઈ ષડયંત્ર બનાવવામાં તો નથી સામેલ? ક્યાંક એવું તો નથી કે હવે એક સીધા સજ્જન રાષ્ટ્રની જેમ સવાલ જવાબ કરવાની જગ્યાએ જેવા સાથે તેવા જેવી કાર્યવાહી કરવાની તૈયારી ચીનમાં થઈ રહી હોય. જો આમ થયું તો કોઈ રાજનયિકની હત્યા હવે કાં તો ઈઝરાયેલમાં થશે અથવા તો અમેરિકામાં.
મોસાદ પર લાગશે સીધો આરોપ
આ તથ્ય છે કે મોસાદ ઈઝાયેલની એવી ઘાતક ગુપ્તચર એજન્સી છે કે જે શોર નથી કરતી પરંતુ પાક્કુ નિશાન સાધી લે છે. મોસાદ માટે કોઈ પણ દેશમાં પોતાના દુશ્મનને ઉડાવી દેવો એ કોઈ અઘરુ કામ નથી. આવામાં ઈઝરાયેલમાં જ દેશના શત્રુને યમલોક પહોંચાડવો તેના માટે કોઈ મોટું કામ નથી. પ્રશ્ન એ પણ છે કે મોસાદ આવું કેમ કરે કે જ્યારે તેને ખબર છે કે શંકાની સોય તેના તરફ જ આવશે?
ચીનને સીધો પડકાર
કોઈ એવું રહસ્ય જરૂર છે કે જે ડુ વેઈ સાથે જોડાયેલુ છે. ઈઝરાયેલમાં ડુ વેઈએ જ્યારે માઈક પોમ્પિઓની ટીકા કરી હતી ત્યારે ચીનના ઈઝરાયેલમાં રોકાણવાળી ટિપ્પણી કે ચીનની કોરોના પર જાણકારી છૂપાવવાના આરોપવાળી ટિપ્પણી- આ બંનેમાં એટલો દમ નથી દેખાતો કે ટીકા કરનારાને આટલો મોટો દંડ મળે. પડદા પાછળ છૂપાયેલા કોઈ મોટા રહસ્યથી સ્પષ્ટ રીતે ચીન માટે સંદેશો હોઈ શકે છે કે મોસાદને સક્રિય કરાઈ છે. જો આમ હશે તો તે ચીન માટે સીધો પડકાર રહેશે.
ફેબ્રુઆરીમાં કેમ નિયુક્ત કરાયા હતાં ઈઝરાયેલમાં?
એક વાત સરળતાથી ગળે ઉતરતી નથી કે ડુ વેઈ ફેબ્રુઆરી સુધી યુક્રેનમાં ચીનના રાજદૂત હતાં. જાન્યુઆરીમાં કોરોનાએ ચીનમાં ઉત્પાત મચાવવાનો શરૂ કર્યો. આવામાં ફેબ્રુઆરીમાં જ્યારે ચીનમાં મહામારીએ હડકંપ મચાવ્યો હતો ત્યારે જ કોરોનાથી ધ્યાન હટાવીને ડુ વેઈને ઈઝરાયેલ મોકલી દેવા શું સાબિત કરે છે? શું ડુ વેઈને ઈઝરાયેલમાં કોઈ મિશન પર મોકલવામાં આવ્યાં હતાં અને ત્રણ માસમાં જ તેની જાણ મોસાદને થઈ ગઈ હતી?
ડુ વેઈના પત્ની અને પુત્ર ક્યા છે?
આ હત્યા પર ઈઝાયેલની પોલીસે હાલ એટલુ જ જણાવ્યું છે કે હત્યાનું કારણ સ્પષ્ટ નથી અને પોલીસ પોતાની તપાસમાં લાગી છે. મહત્વની વાત એ છે જે ઈઝરાયેલ પોલીસે જણાવી કે ડુ વેઈના પુત્ર અને પત્ની બંને ઘર પર નહતાં. પરંતુ તેને સંલગ્ન બીજી વાત ઈઝરાયેલ પોલીસે કે ચીન દ્વારા જણાવાઈ નથી. માર્યા ગયેલા ચીની રાજદૂતની પત્ની અને પુત્ર ક્યા છે? શું તેઓ તેલ અવીવમાં તેમની સાથે રહેતા નહતાં? જો તેલ અવીવમાં નહતાં રહેતા તો તેનો અર્થ સ્પષ્ટ થાય છે કે માર્યા ગયેલા ચીની રાજદૂતને ખબર હતી કે પરિવારને સાથે રાખવો એ ખતરનાક સાબિત થઈ શકે છે. આથી તેમની પત્ની અને પુત્ર તેમનાથી દૂર ચીનમાં હતાં. ત્યારે તો આ વાત વધુ સ્પષ્ટ થાય છે કે અચાનક ઈઝરાયેલ મોકલાયેલા ડુ વેઈ કોઈ ખાસ મિશન પર હતાં જે હજુ પડદા પાછળનું રહસ્ય છે.
કોઈ ત્રીજા પક્ષની હરકત પણ હોઈ શકે છે?
વિવાદ પેદા કરવાની દ્રષ્ટિથી એવી આશંકા પણ હોઈ શકે છે કે કોઈ ત્રીજો પક્ષ આ કામને અંજામ આપે અને ઘરમાં બેસીને પાડોશીઓની લડાઈની મજા લે. જો કે ઈઝરાયેલમાં કોઈ ત્રીજા પક્ષ માટે આમ કરવું સરળ નથી કારણ કે ઈઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા મોસાદ સંભાળે છે. પરંતુ તેની આશંકા એટલા માટે પણ થાય છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે મહેમાન બોલાવીને તેને મારશે નહીં. કારણ કે ત્યારે દુનિયાને સ્પષ્ટતા કરવા માટે તેની પાસે કશું બચતું નથી.
જુઓ LIVE TV
હત્યાના દિવસ જ થયો હતો શપથગ્રહણ સમારોહ
એક વાત જે સૌથી મહત્વની છે અને જેના પર ચીની દિમાગ ચકરાયુ હશે તો તે છે આ હત્યા 17મી મેના રોજ ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં બરાબર એ જ દિવસ થઈ કે જે દિવસે આ શહેરમાં બીજી બાજુ ઈઝરાયેલના સર્વોચ્ચ નેતા બેન્જામિન નેતાન્યાહૂ પોતાના શપથગ્રહણ સમારોહ કાર્યક્રમમાં વ્યસ્ત હતાં. બહારથી જોનારા માટે શંકાનું આ કારણ પણ ખુબ મહત્વનું છે કારણ કે આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે બની શકે કે તેવું દેખાડી શકાય કે રાષ્ટ્રના સર્વોચ્ચ નેતા તો વ્યસ્ત હતાં આથી આ ઘટના સાથે તેમને કોઈ લેવાદેવા કેવી રીતે હોઈ શકે.
ચીન પાસે હોઈ શકે હત્યાની કોઈ કડી
પૂરતી શક્યતા છે કે ડુ વેઈને આભાસ થઈ ગયો હોય કે તેમના પર હુમલો થઈ શકે છે અને તેમના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. આવી હાલતમાં તેણે ચીનનો પણ સંપર્ક કર્યો હશે અને આ કડીમાં જરૂર ચીનમાં પોતાના આકાઓ સાથે વાત થઈ હશે. ડુ વેઈ દ્વારા ચીનને અપાયેલ અંતિમ અને ઈમરજન્સી સંદેશમાં આ હત્યાના અનેક સુરાગ છૂપાયેલા હોઈ શકે છે. જો આમ થયું અર્થાત ડુ વેઈએ ચીન સાથે પોતાના પર થનારા હુમલાની આશંકા સંબંધિત કોઈ જાણકારી શેર કરી તો સ્પષ્ટ છે કે ચીનની ચૂપ્પી શું કહે છે. આ શંકામાં જ બધુ છૂપાયેલું છે કે જેને ચીન કાં તો ક્યારેય બતાવશે નહીં કારણ કે તે તેના વિરુદ્ધ જ જઈ શકે છે કે પછી ચીન બદલો લીધા બાદ જ તેને સાર્વજનિક કરશે. જો ડુ વેઈ ઈઝરાયેલમાં કોઈ મિશનનો ભાગ હતા તો એ વાત ક્યારેય સામે આવશે નહીં.
ચીન સીધી કાર્યવાહી નહી કરે
આ હત્યાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને ચીન દ્વારા અમેરિકાના સૌથી નીકટના મિત્ર ઈઝરાયેલથી બદલો લેવો એ સ્પષ્ટ રીતે ઈઝરાયેલ અને અમેરિકા બંને સાથે સીધે સીધી આરપાર કરવા જેવી વાત હશે. આથી દુનિયાના સૌથી મોટો વેપારી દેશ ચીન હાલ એવં કઈ નહીં કરે કારણ કે આ મામલો એટલો પણ મોટો નથી. ઈઝાયેલમાં તેણે હાલમાં જ રોકાણ કર્યુ છે અને અમેરિકા સાથે પણ તે વ્યાપાર સંધિ પર વાત કરવા માંગે છે આથી સીધી રીતે તે આ બંનેને આ મામલે જવાબદાર ઠેરવવા માંગશે નહીં. આવી સ્થિતિમાં બદલા માટે ચીન પાસે ગુપ્ત રીતે દાંતના બદલે દાંતની જેમ કાર્યવાહી કરવાનો વિકલ્પ જ બાકી રહી છે. ચીન એટલી ચાલુ ચીજ છે કે તે હાલ કાર્યવાહી નહીં કરે પરંતુ આ ગુપ્ત બદલા માટે તે પૂરતી રાહ જોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
(વિસ્તૃત અહેવાલ-સાભાર ઝી હિન્દુસ્તાન)
-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે